Skip to main content

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 2

સંબંધ જરૂરી છે, 

મિત્રતા જરૂરી છે. 

પરંતુ અનુભવ કહે છે કે,

એકલા ઊભા રહેતા પણ શીખવું જરૂરી છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કોઈનું ભલું કરેલું ક્યારેય વ્યર્થ નથી જતું,

એ ક્યાં રૂપ માં સામે આવી જાય એ ભગવાન જ જાણે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જ્યારે સફળ નીવડો.......

    ત્યારે તમારુ ગાંડપણ 

        સાહસ ગણાય છે

પરંતુ ......

        નીષ્ફળ નીવડો... છો

    ત્યારે તમારુ 

સાહસ ગાંડપણ છે

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જેટલો ઓછો વિચાર કરશો,

તેટલા જ આનંદ માં વધારે રહેશો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

નમી જવા થી જો સંબંધ સચવાઈ જતો હોય તો નમી જજો,

પણ જો દર વખતે તમારે જ નમવું પડે તો થોભી જજો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

💫नकारात्मक लोगों को आप जितना कम महत्व देंगे, आपका जीवन उतना ही अधिक शांतिपूर्ण होगा!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

અરીસા નું જીવન પણ લાજવાબ છે,

સ્વાગત બધા નું છે,

પણ સંગ્રહ કોઈ નો નહિ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

લાઈબ્રેરી ઓછી અને રેસ્ટોરન્ટ 

વધતા જાય છે,

એટલેજ મગજ સંકુચિત અને પેટ વધતા જાય છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જીવનમાં દરેક પગથિયાં પર પહોંચો ત્યારે પોતાને શ્રેય ન આપવો...

ક્યાંક ને ક્યાંક તમને પાછળ થી આગળ ધકેલવા કોઈક નો સતત પ્રયાસ હોય છે....

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

માણસ બીજા ની તકલીફને એના કર્મો ની સજા સમજે છે

અને પોતાની તકલીફને પરીક્ષા સમજે છે

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

એક વાર ક્ષમા કરીને

    સારા બનો પણ

 ફરી એ જ વ્યક્તિ પર

      વિશ્વાસ કરી 

  ને મૂર્ખ ના બનો ..!!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સારા માણસ ની હાલત મીઠા લીમડા જેવી છે,

દાળ, શાક બનાવતી વખતે સૌથી પહેલા એને નાખવા માં આવે છે,

અને ખાવા નો વારો આવે ત્યારે સૌથી પહેલાં એનેજ કાઢી ને ફેંકી દેવા માં આવે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

પ્રભુ નો આભાર માનવા ની ટેવ પાડજો,

જીવન નો ઘણો ભાર હળવો થઈ જશે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સારા અનુભવ થી ખરાબ માણસો બદલાય કે નો બદલાય,

પરંતુ ખરાબ અનુભવ થી સારા માણસો ચોક્કસ બદલાય છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

વચન એક પણ કાનામાત્ર

વગર નો શબ્દ,

તાકાત આખી બારાખડી કરતા વધુ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

संघर्ष प्रकृति का आमंत्रण हैं, जो स्वीकार करता है, वही आगे बढ़ता है...!!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

શબ્દો માં ધાર નહિ, આધાર હોવો જોઇએ,

કેમકે જે શબ્દો માં ધાર હોય છે તે મન માં ખટકે છે,

અને જે શબ્દો માં આધાર હોય છે તે મન ને જીતી લે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"વાણી", "વર્તન" અનેં.."વિચાર*"

તમારી પોતાની જીંદગી ની કમાણી છે

જેટલી સમજણ થી ઉપયોગ કરશો અને ગુણવતા ઉંચી રાખશો..

એટલું પૂણ્ય વધારે મળશે.!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

નસીબ તો સમયે 

કામ કરતું જ હોય છે,

ઉતાવળ આપડે જ હોય છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કાયમ આનંદ માં રહેવા માટે સુવિધા નહિ પણ સમજણ ની જરૂર છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો સામે જ બનાય,

જેને વાંચતા અને સમજતા આવડતું હોય..!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ઈશ્વર અને સમય,

ધારે તે કરે,

મનુષ્ય અમથો જ ગુમાન માં ફરે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જીવન છે..

સુખ-દુઃખ ની મેચ..

કોઇ નો "ફટકો તો કોઇ નો કેચ"..

રમનાર બે હોય છે ને...

પાડી દેનાર "અગિયાર"..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ધાબા પર ચડી ને આખું ગામ દેખાશે,

પણ પોતાનું ઘર જ નહીં દેખાય,

આવું જ ઘમંડ અને અભિમાન નું છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
સમય અને ભાગ્ય પર ક્યારેય અહંકાર ન કરવો,

કેમકે આ બંને માં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
કારણ વગર નું વધારે વિચારવા નું બંધ કરો,

શરીર માં સૌથી વધારે બેટરી ખાતી એપ્લિકેશન મગજ છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
જીવન માં છોડી શકો તો ઘમંડ અને ગેરસમજ છોડજો,

સબંધો ને છોડી ને આજ સુધી કોઈ સુખી નથી થયું.

Comments

Popular posts from this blog

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 1

  જે વ્યક્તિ સારા વિચારો ને પકડી શકે, એને ક્યારેય માળા પકડવા ની જરૂર પડતી નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ, આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ, આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * દુનિયા તમારી વાતો કરે તો માનજો કે તમારામાં કંઇક ખાસ છે, બાકી આ દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી !! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પુસ્તકો થી તો લખતા વાંચતા શીખ્યો, પણ અલ્પવિરામ અને પૂર્ણવિરામ મૂકતા અનુભવે  શીખવ્યું. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કર્મના ભાથા ભરીને ફરતો માણસ એ ભૂલી જાય છે કે જેવું કરશો તેવું ભરશો એ *કહેવત નહીં પણ વિધીનું વિઘાન છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જીવન માં બની શકે તો માંગણી કરતા લાગણી ને વધારે માન આપજો, કેમકે સંબંધો ને સાચવ...

સારા વિચારો - 5

  અગવડ સહન ના કરીએ ત્યાં સુધી, સગવડ ની કિંમત સમજાતી નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જો આવક ન હોય તો ખર્ચ પર, અને જ્ઞાન ન હોય તો શબ્દો પર નિયંત્રણ જરૂરી છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * વાત કોને કરવી અને કોને કહેવી, આ બે વચ્ચે નો ભેદ સમજાય તો માણસ ભાગ્યેજ દુઃખી થાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * તમે તમારી જિંદગીને નમક જેવી બનાવો, ના કોઈ તમને વધારે વાપરે  અને, ના તમારા વગર એને ચાલે..!! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ્રાર્થના એ પ્રીમિયમ વિના નો વીમો છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સારો વ્યવહાર, સાફ ઈરાદો, પ્રેમાળ મન, અને સ્વભાવ માં ઈમાનદારી, આ ચાર ગુણ હોય તો છત્રીસ ગુણ ની જરૂર નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સલાહ નાં સો શબ્દો કરતા, અનુભવ ની એક ઠોકર  ઘણું બધું શીખવી જાય છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * એવા બનો કે લોકો તમારા  આવવા ની વાટ જોવે, જવાની નહિ. *...

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 3

  किसी के साथ  गलत    करके  अपनी बारी    का इंतजार जरुर    करना !! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મજબૂરીથી "ભાષા" બદલાય છે                     અને  અભિમાન વ્યાખ્યા બદલી નાખે છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જે ઘર માં મોટા નરમ અને નાના પણ નરમ એ ઘર માં શુભ કરમ, જે ઘર માં મોટા ગરમ અને નાના નરમ એ ઘર માં છે શરમ, જે ઘર માં મોટા નરમ અને નાના ગરમ એ ઘર છે બેશરમ, જે ઘર માં મોટા ગરમ અને નાના પણ ગરમ એ ઘર નાં ફૂટ્યા કરમ.  * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,     એક સાથે ખૂલે છે, એક સાથે બંધ થાય છે,  એક સાથે રોવે છે, અને એક સાથે જ સુવે છે, એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર.. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * તમારા દરેક કદમ પર બે વ્યક્તિ ધ્યાન રાખતા હોય છે, એક વ્હાલા અને બીજા વિરોધી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ...