અગવડ સહન ના કરીએ ત્યાં સુધી,
સગવડ ની કિંમત સમજાતી નથી.
જો આવક ન હોય તો ખર્ચ પર,
અને જ્ઞાન ન હોય તો શબ્દો પર નિયંત્રણ જરૂરી છે.
વાત કોને કરવી અને કોને કહેવી,
આ બે વચ્ચે નો ભેદ સમજાય તો માણસ ભાગ્યેજ દુઃખી થાય.
તમે તમારી જિંદગીને નમક જેવી બનાવો,
ના કોઈ તમને વધારે વાપરે
અને,
ના તમારા વગર એને ચાલે..!!
પ્રાર્થના એ પ્રીમિયમ
વિના નો વીમો છે.
સારો વ્યવહાર,
સાફ ઈરાદો,
પ્રેમાળ મન,
અને સ્વભાવ માં ઈમાનદારી,
આ ચાર ગુણ હોય તો છત્રીસ ગુણ ની જરૂર નથી.
સલાહ નાં સો શબ્દો કરતા,
અનુભવ ની એક ઠોકર
ઘણું બધું શીખવી જાય છે.
એવા બનો કે લોકો તમારા
આવવા ની વાટ જોવે,
જવાની નહિ.
આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે,
પણ આનંદ ત્યાં છે જ્યાં મન મળે.
જીવનની દરેક ક્ષણને માણો. તેને સાચવશો નહીં...
ન વપરાયેલ જીવન પર રિફંડ મેળવવાની કોઈ વ્યવસ્થા નથી
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
શબ્દો મફત છે પણ એનો ઉપયોગ કર્યા પછી ઘણી વખત તેની ભારે કિંમત ચૂકવવી પડે છે.
માણસ વિકલ્પો થી ટેવાયેલો છે,
વિકલ્પ મળતા જ તે નવા માં ગુણ અને જુના માં ખામીઓ જોવા લાગે છે.
પૈસો, પ્રસિદ્ધિ, અને પ્રતિષ્ઠા
ત્રણેય નશીલા પદાર્થ છે.
જે પચાવવા બહુ અઘરા છે.
વહેવાર માં નીતિ,
રહેવા માં સ્થિતિ,
ખર્ચ માં પરિસ્થિતિ,
અને વીતેલી આપવીતી,
કદી ન ભૂલવી જોઈએ.
કમાવું અને કામમાં આવવું...
જિંદગી માં બંને બહુ જરૂરી છે,
કેમકે કમાવા થી રોટી મળે છે,
અને કામમાં આવવા થી દુઆ મળે છે.
જેના ખાતા માં શાંતિ અને સંતોષ નું બેલેન્સ હોય એ વ્યક્તિ જ સૌથી વધારે ધનવાન છે.
ગુણ વિના રૂપ,
વિનય વિના વિદ્યા,
ઉપયોગ વિના ધન,
સાહસ વિના હથિયાર,
ભૂખ વિના ભોજન,
અને હોશ વિના જોશ વ્યર્થ છે.
જિંદગીની રમત બહુ વિચિત્ર છે જે લોકો કોઈને તકલીફ નથી આપતા એમના જ જીવનમાં તકલીફ છે.
જીવન માં જેમ જેમ તમે શીખતા જશો,
એમ એમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો.
બધા ની સામે કહેલા સાચા શબ્દો પણ અપમાન બને છે,
પણ એકાંત માં કહેલા એજ શબ્દો સલાહ બને છે.
કોઈ ને કંઈ આપી ને ઘમંડ નાં કરતા,
શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મ ની ચુકવણી કરી રહ્યા છો.
અહંકાર ની પાઘડી ઉતરી જાય તો,
સમસ્યા ગમે તે હોય પા ઘડી માં ઉકેલાય જાય.
સહનશક્તિ
જીવનમાં ખૂબ
જરૂરી છે કેમ કે,
ક્યારેક તાકાત
અને મોકો હોવા
છતાં જતુ કરવું
એ ખુબ અઘરું
છે...
ફરિયાદ વગર નું મન,
એ ધરતી પર નું સ્વર્ગ છે.
ફુલો ની મહેક જે દિશા માં હવા વહે છે, તે જ દિશા માં ફેલાય છે,
પરંતુ સારા વ્યક્તિ નાં ગુણો ચારેય દિશા ઓ મા એક સમાન ફેલાય છે.
દુઃખ આવ્યું અને આવ્યું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જાય...
એનું નામ જિંદગી.
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
એટલે એની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.
થાય એટલું કામ કરીએ,
અને..
કરીએ એટલું કામ થાય,
આ બન્ને વાક્ય નો તફાવત જેને સમજાય એની પ્રગતિ થાય.
Comments
Post a Comment