Skip to main content

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 3

किसी के साथ  गलत

   करके  अपनी बारी

   का इंतजार जरुर

   करना !!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મજબૂરીથી "ભાષા" બદલાય છે    

                અને

 અભિમાન વ્યાખ્યા બદલી નાખે છે

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જે ઘર માં મોટા નરમ અને નાના પણ નરમ એ ઘર માં શુભ કરમ,

જે ઘર માં મોટા ગરમ અને નાના નરમ એ ઘર માં છે શરમ,

જે ઘર માં મોટા નરમ અને નાના ગરમ એ ઘર છે બેશરમ,

જે ઘર માં મોટા ગરમ અને નાના પણ ગરમ એ ઘર નાં ફૂટ્યા કરમ. 

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે, 

   એક સાથે ખૂલે છે, એક સાથે બંધ થાય છે,

 એક સાથે રોવે છે, અને

એક સાથે જ સુવે છે, એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

તમારા દરેક કદમ પર બે વ્યક્તિ ધ્યાન રાખતા હોય છે,

એક વ્હાલા અને બીજા વિરોધી.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

बहुत ढूंढा उन्हें,पूजा, श्लोक और स्तुति में... अंत में, ईश्वर मिला, स्नेह, सेवा और सहानुभूति में.!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

છાંયડો વડ નો હોય કે,

વડીલ નો હંમશા ઠંડક જ આપે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

એકાંતમાં પોતાના વિચારો ઉપર અને,

જાહેરમાં પોતાના શબ્દો ઉપર કાબૂ રાખનાર,

વ્યક્તિ ભલે દુનિયા ન બદલી શકે.

પણ પોતાનું જીવન ચોક્કસ બદલી શકે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જીવન માં ભૂલો તો ઘણી થતી હોય છે,

પરંતુ માણસ ને ઓળખવા માં થતી ભૂલ સૌથી વધુ પીડા આપે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સત્ય પોતાના માટે રાખો,

પ્રેમ બીજાના માટે રાખો,

કરુણા દરેક માટે રાખો,

આજ સાચો જીવન ધર્મ છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કંઇક તો સારું છે હર કોઈ માં,

થોડી ખરાબી નો હિસાબ શું રાખવો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

હૃદય નાં દરવાજા ત્યાં જ ખૂલે છે,

જ્યાં લાગણી ઓ સ્વાગત માં ઉભી હોય છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

વિશ્વાસ મેળવી શકાય છે,

જો સત્ય બોલતા આવડે,

મંજિલ મેળવી શકાય છે,

જો પુરુષાર્થ કરતા આવડે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

હંમેશા સમાધાન નો હિસ્સો બનો,

સમસ્યા નો નહિ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કોઈ ને સારું કહેવા માં મજા છે,

તો કોઈ ને સાચું કહેવા માં મજા છે,

પણ કીધા વગર બધું સમજી જાય એની સાથે રહેવા માં અલગ જ મજા છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

શબ્દ પણ ભોજન છે,

ક્યાં સમયે ક્યો શબ્દ પીરસવો તે આવડી જાય ને,

તો દુનિયા માં તેના થી સારો રસોઈયો કોઈ નથી.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

લોહી માં કેટલી ખાનદાની, ખુમારી, ઈમાનદારી છે,

એ રિપોર્ટ માં ન આવે,

એ તો વર્તન માં દેખાય આવે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સંબંધ કોઈ પણ હોય,

પાસવર્ડ એકજ છે વિશ્વાસ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ખોટા લોકો નો અહમ ત્યાં સુધી જ રહે છે,

જ્યાં સુધી સાચા લોકો સંયમ રાખી બેઠા રહે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સંબંધો માં શિસ્ત એટલે આપણા વ્યવહાર માં આપોઆપ પ્રગટતી સમજણ, સંવેદના, અને સહકાર.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

નસીબ થી મેળવેલી સંપત્તિ નું સુખ સાત પેઢી ભોગવે છે,

અને કોઈ પાસે થી પડાવેલી સંપત્તિ નું દુઃખ પણ સાત પેઢી ભોગવે છે,

માટે કર્મ કરવા માં ધ્યાન રાખવું જેવું વાવીશું તેવું લણીશું.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

તમારી ખુશી માં એ હજાર લોકો હોય છે જે તમને ગમે છે,

પણ તમારા દુઃખ માં એજ હોય છે જે ને તમે ગમો છો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ખોટી દિશા માં વધી રહેલ ભીડ નો હિસ્સો બનવા કરતા,

સાચી દિશા માં એકલા ચાલવું સૌથી ઉતમ છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

પોતાના મન પાસે થી માનેલી હાર,

એ સૌથી મોટી હાર છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ઈશ્વરને મંદિર કરતા મનુષ્યનું હૃદય વધારે ગમે છે.

કારણ કે મંદિરમાં માણસનું ચાલે છે,

અને હૃદયમાં ઈશ્વરનું ચાલે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ચુપ રહી ને સારા કર્મો કરતા રહેજો,

જ્યારે કોઈ ની પણ દુઆઓ બોલશે ને ત્યારે જિંદગી આપમેળે સુખી અને મધુર બની જશે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ફક્ત પાંપણ જેટલો ભેદ હોય છે,

ખૂલે તો પ્રકાશ અને બંધ થાય તો અંધકાર.

Comments

Popular posts from this blog

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 1

  જે વ્યક્તિ સારા વિચારો ને પકડી શકે, એને ક્યારેય માળા પકડવા ની જરૂર પડતી નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ, આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ, આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * દુનિયા તમારી વાતો કરે તો માનજો કે તમારામાં કંઇક ખાસ છે, બાકી આ દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી !! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પુસ્તકો થી તો લખતા વાંચતા શીખ્યો, પણ અલ્પવિરામ અને પૂર્ણવિરામ મૂકતા અનુભવે  શીખવ્યું. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કર્મના ભાથા ભરીને ફરતો માણસ એ ભૂલી જાય છે કે જેવું કરશો તેવું ભરશો એ *કહેવત નહીં પણ વિધીનું વિઘાન છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જીવન માં બની શકે તો માંગણી કરતા લાગણી ને વધારે માન આપજો, કેમકે સંબંધો ને સાચવ...

સારા વિચારો - 5

  અગવડ સહન ના કરીએ ત્યાં સુધી, સગવડ ની કિંમત સમજાતી નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જો આવક ન હોય તો ખર્ચ પર, અને જ્ઞાન ન હોય તો શબ્દો પર નિયંત્રણ જરૂરી છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * વાત કોને કરવી અને કોને કહેવી, આ બે વચ્ચે નો ભેદ સમજાય તો માણસ ભાગ્યેજ દુઃખી થાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * તમે તમારી જિંદગીને નમક જેવી બનાવો, ના કોઈ તમને વધારે વાપરે  અને, ના તમારા વગર એને ચાલે..!! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ્રાર્થના એ પ્રીમિયમ વિના નો વીમો છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સારો વ્યવહાર, સાફ ઈરાદો, પ્રેમાળ મન, અને સ્વભાવ માં ઈમાનદારી, આ ચાર ગુણ હોય તો છત્રીસ ગુણ ની જરૂર નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સલાહ નાં સો શબ્દો કરતા, અનુભવ ની એક ઠોકર  ઘણું બધું શીખવી જાય છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * એવા બનો કે લોકો તમારા  આવવા ની વાટ જોવે, જવાની નહિ. *...