Skip to main content

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 4

 હા બોલવા માં મોડું,

અને નાં બોલવા માં ઉતાવળ, 

જીવન માં ઘણું ગુમાવી દે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

બીજા નું દુઃખ જોઈ ને તમને પણ દર્દ થતું હોય,

તો એનો મતલબ એ કે તમારી આત્મા માં પરમાત્મા બિરાજમાન છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સંસાર માં સૌથી સુરક્ષિત વીમો એટલે કુદરત પર ભરોસો,

બસ યાદ રાખી સારા કર્મો નું પ્રીમિયમ ભરતું રહેવું.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જો આવક ન હોય તો ખર્ચ પર,

અને જ્ઞાન ન હોય તો શબ્દો પર નિયંત્રણ જરૂરી છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જ્યાં આપણો મત રજૂ કરવા થી,

 મતભેદ થતો હોય ત્યાં મૌન રહેવું ઉચિત.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

અતીત થી અંજાવું નહિ,

ભવિષ્ય થી ભરમાવું નહિ,

વર્તમાન માં કરમાવું નહિ,

સત્ય માં શરમાવું નહિ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

તુરીયા કડવા નીકળે તો આપડે ફેંકી દઈએ છીએ,

અને કરેલા કડવા હોય છતાં એનું શાક કરીએ છીએ,

મૂળ સ્વભાવ થી બહાર જાય તે ફેંકાય જાય છે ,

પછી એ માણસ હોય કે શાક ભાજી.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સંબંધ અને સંપત્તિ,

મુઠ્ઠી ભરો તો રેતી છે,

જો વાવતા રહો તો ખેતી છે 

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

બે પ્રકાર ના લોકો સમાજ ને નુકસાન પોહચાડી શકે છે,

એક જે જાણે છે અને બોલતો નથી,

અને બીજો જે જાણતો નથી અને વધારે બોલે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

અમુક સંબંધ ડિસેમ્બર અને જાન્યુઆરી જેવા હોય છે,

એક રીતે જુવો તો નજીક જ છે,

પણ આમ જુવો તો વર્ષ નું અંતર છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

માટી નાં દીવા જેવું આપણું જીવન છે,

તેલ ખતમ તો ખેલ ખતમ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ગાડી માં જો બ્રેક ન હોય તો દુર્ઘટના નિશ્ચિત છે,

એવી જ રીતે જીવન માં સંસ્કાર અને મર્યાદા ન હોય તો પતન નિશ્ચિત છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આશા નાં આકાશ માં વિશ્વાસ ની દોર વધે,

આપ ની સફળતા નો પતંગ સદા નવાં મુકામ પ્રાપ્ત કરે એવી ભગવાન સૂર્યનારાયણ પાસે પ્રાથના

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જીવન ની અડધી ભૂલો એટલા માટે થાય છે,

કે જ્યાં આપણે વિચાર થી કામ કરવું જોઈએ ત્યાં આપણે લાગણીશીલ બની જઈએ છીએ,

અને જ્યાં લાગણી ની આવશ્યકતા હોય ત્યાં વિચાર કરીએ છીએ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

પરિવાર માં મતભેદ હોય શકે,

પણ મનભેદ હોય તો,

પરિવાર ને વિખરાતા વાર નથી લાગતી.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જે લોકો નાં હૃદય માં મગજ ફીટ થયેલું હોય તે લોકો થી સાવધાન રહેવું.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જિંદગી માં ક્યારેય કોઈ ને દોષ નાં આપવો,

આપણી જિંદગી અને આપણા નિર્ણય છે,

પરિણામ આપણે જ ભોગવવા નું છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ભુલ અને ભગવાન,

માનો તો જ દેખાય.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આપણો સમાજ સફળ લોકો નાં પગે પડવા માં જે શક્તિ વેડફે છે,

તેનો ઉપયોગ નિષ્ફળ લોકો નાં પગ મજબૂત કરવા માં કરે તો જ સમાજ મજબૂત થઈ શકે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જીંદગી તો આપણી નજીક જ હોય છે...

આપણે જ દૂર ભાગી જતા હોઇએ છે...

જે હાથવગું હોય છે એને જોતા નથી અને જે હોતું નથી એના માટે દોડતા રહીએ છીએ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

અભિમાન એટલું ઓછું રાખવું કે વિનંતી કરતા કોઈ ખચકાય નહિ,

સ્વાભિમાન એટલું વધારે રાખવું કે હુકમ કરવાની કોઈ હિંમત કરે નહિ.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જીવન માં સંતોષ પામવા માટે એક વસ્તુ છોડવા ની...!!

સરખામણી

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જે વધુ ખરીદી શકે તે નહિ પણ,

ઓછી વસ્તુ થી ચલાવી શકે તે સુખી છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ભુલાવી દો વીતેલા સમય ને,

દિલ માં વસાવી લો આવતા સમય ને,

હસો અને હસાવો ભલે ગમે તેવો હોય સમય,

ખુશીયો લઈ ને આવશે આપનો સમય,

આજ થી શરૂ થતું વર્ષ આપના માટે શુભ અને મંગલમય રહે.

Comments

Popular posts from this blog

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 1

  જે વ્યક્તિ સારા વિચારો ને પકડી શકે, એને ક્યારેય માળા પકડવા ની જરૂર પડતી નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ, આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ, આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * દુનિયા તમારી વાતો કરે તો માનજો કે તમારામાં કંઇક ખાસ છે, બાકી આ દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી !! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પુસ્તકો થી તો લખતા વાંચતા શીખ્યો, પણ અલ્પવિરામ અને પૂર્ણવિરામ મૂકતા અનુભવે  શીખવ્યું. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કર્મના ભાથા ભરીને ફરતો માણસ એ ભૂલી જાય છે કે જેવું કરશો તેવું ભરશો એ *કહેવત નહીં પણ વિધીનું વિઘાન છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જીવન માં બની શકે તો માંગણી કરતા લાગણી ને વધારે માન આપજો, કેમકે સંબંધો ને સાચવ...

સારા વિચારો - 5

  અગવડ સહન ના કરીએ ત્યાં સુધી, સગવડ ની કિંમત સમજાતી નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જો આવક ન હોય તો ખર્ચ પર, અને જ્ઞાન ન હોય તો શબ્દો પર નિયંત્રણ જરૂરી છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * વાત કોને કરવી અને કોને કહેવી, આ બે વચ્ચે નો ભેદ સમજાય તો માણસ ભાગ્યેજ દુઃખી થાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * તમે તમારી જિંદગીને નમક જેવી બનાવો, ના કોઈ તમને વધારે વાપરે  અને, ના તમારા વગર એને ચાલે..!! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ્રાર્થના એ પ્રીમિયમ વિના નો વીમો છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સારો વ્યવહાર, સાફ ઈરાદો, પ્રેમાળ મન, અને સ્વભાવ માં ઈમાનદારી, આ ચાર ગુણ હોય તો છત્રીસ ગુણ ની જરૂર નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સલાહ નાં સો શબ્દો કરતા, અનુભવ ની એક ઠોકર  ઘણું બધું શીખવી જાય છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * એવા બનો કે લોકો તમારા  આવવા ની વાટ જોવે, જવાની નહિ. *...

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 3

  किसी के साथ  गलत    करके  अपनी बारी    का इंतजार जरुर    करना !! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મજબૂરીથી "ભાષા" બદલાય છે                     અને  અભિમાન વ્યાખ્યા બદલી નાખે છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જે ઘર માં મોટા નરમ અને નાના પણ નરમ એ ઘર માં શુભ કરમ, જે ઘર માં મોટા ગરમ અને નાના નરમ એ ઘર માં છે શરમ, જે ઘર માં મોટા નરમ અને નાના ગરમ એ ઘર છે બેશરમ, જે ઘર માં મોટા ગરમ અને નાના પણ ગરમ એ ઘર નાં ફૂટ્યા કરમ.  * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,     એક સાથે ખૂલે છે, એક સાથે બંધ થાય છે,  એક સાથે રોવે છે, અને એક સાથે જ સુવે છે, એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર.. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * તમારા દરેક કદમ પર બે વ્યક્તિ ધ્યાન રાખતા હોય છે, એક વ્હાલા અને બીજા વિરોધી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ...